-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
નવરાત્રી - દિવાળી સુધીમાં રાજ્યમાં વરસાદથી નુકશાન પામેલા તમામ રસ્તાઓ ટનાટન કરી અપાશે
વિધાનસભા સત્રમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ધારાસભ્યોને હૈયાધારણ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે પ્રશ્નોતરી કાળ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વરસાદ થી તૂટી ગયેલા તમામ રસ્તાઓ દિવાળી સુધીમાં ટનાટન બનાવાની હૈયાધારણા આપી હતી
આજે વિધાનસભા ખાતે નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓને નુકસાન સંદર્ભના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમારી સરકાર પારદર્શી અને ૬.૫ કરોડની ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી સરકાર છે ત્યારે રાજ્યના નાગરિકોને સારી સુવિધા પૂરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે.
તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં ૧૨૫ ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના રસ્તાઓને નુકસાન થયું છે. જેવો ઉઘાડ નીકળશે એટલે તુર્તજ રસ્તાના પેચવર્ક, ડામર કામ સહિતનાં કામો હાથ ધરવામાં આવશે અને જે વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો છે, ત્યાં તો કામો શરૂ પણ કરી દેવાયાં છે. એ જ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પણ નુકશાન થયું છે. તે કામોનો સરવેની કામગીરી કેન્દ્ર સરકારના સહયોગમાં રહીને પૂર્ણ થઇ છે અને આ કામો પણ સત્વરે શરૂ કરી દેવામાં આવે છે.
શ્રી પટેલે કહ્યું કે, રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે શ્રમિકોની અછત હોવાના લીધે પણ કામો શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. એ જ રીતે આજ સુધી પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. એટલે જેવો વરસાદ રોકાશે કે તુર્તજ માર્ગોના મરામતના કામો સત્વરે હાથ ધરાશે. તબક્કાવાર તમામ કામો પૂર્ણ કરવાનું અમારૂ આયોજન છે.
તેમણે કહ્યું કે, માર્ગોનાં કામો ગુણવત્તાલક્ષી થાય એ માટે પણ અમારા ગુણવત્તા તંત્ર દ્વારા પૂરેપૂરી ચકાસણી થાય છે. એ જ રીતે ટેન્ડરોની પ્રક્રિયા પણ પારદર્શિતાથી ઓનલાઇન કરવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષમાં જે રસ્તાને નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરે રિપેર કરવાના હોય છે.
તેમણે કહ્યું કે, નવસારી જિલ્લામાં પણ ૭૬ ઇંચથી વધુ વરસાદ થયો છે. જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ૧૨ કિ.મી. અને રાજ્ય ધોરીમાર્ગના ૭૯.૮૦ કિ.મી. તથા પંચાયત હસ્તકના ૧૭૯.૬૦ કિ.મી.ના રસ્તાઓને નુકસાન થવા પામ્યુ છે. જે કામો પણ સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.