-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
વલસાડ : પરણિતાને અશ્લિલ મેસેજ કરી પરેશાન કરતા રોમીયોને પોલીસ હવાલે કરતી વલસાડ ૧૮૧ અભયમ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : શહેરની નજીક રહેતી બે બાળકની માતાએ ૧૮૧ અભયમને ફોન કરી સહાયની માંગણી કરતા ૧૮૧ની ટીમ મહિલાને વ્હારે પહોંચી હતી. આ બાબતમાં વિગત એ હતી કે, પાડોશમાં રહેતો યુવક પરણિતાની મોબાઇલ નંબર મેળવી છેલ્લા એક માસથી અશ્લિલ મેસેજ કરી હેરાન-પરેશાન કરતો હતો. પરણિતા અને અને તેના પતિએ પણ તેને આવું કૃત્ય ન કરવા જણાવ્યું હતું. આમ છતાં તે મેસેજ મોકલતો જ હતો. આ ઉપરાંત પરણિતાને આવતા જતાં પણ તે પીછો કરતો હતો.
પરણિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદની માંગણી કરી હતી. વલસાડ ૧૮૧ ટીમે છટકું ગોઠવી યુવકને પકડી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, આવું કૃત્ય કરવું ગુનો છે. પરંતુ આ યુવકને આ સલાહની પણ કોઇ અસર ના થતાં અભયમ ટીમે વલસાડ પોલીસને હવાલે કર્યો હતો. આમ પરણિતાને યુવકના ત્રાસમાંથી મુકત કરાવી હાશકારો અનુભવાયો હતો
(6:52 pm IST)