-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઇડર તાલુકાના મુડેટીથી ગોરલ જતી વેળાએ બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ચાલકોના ઘટનાસ્થળેજ મૃત્યુ

ઇડર:તાલુકાના મુડેટીથી ગોરલ તરફ જતા રોડ પર શનિવારે સાંજે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં, બંને બાઈક ચાલકોના શરીરના ભાગે ગંભીર ઇજાઓને લઇ ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે પોલીસે મૃતક બંને બાઈક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મુડેટી ગામની સીમમાં ખેત મજુર તરીકે કામ કરતો મહેશભાઈ રણછોડભાઈ પાંડોર શનિવારે સાંજના સુમારે બાઈક પર સવાર થઇ ગોરલથી મુડેટી તરફ જવા માટે નિકળ્યો હતો તેવામાં સામેથી બાઈક લઇને આવતા અન્ય એક ખેત મજૂર પોપટભાઈ પ્રવિણભાઈ ડોડિયારની બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
દરમિયાન અકસ્માતની જાણ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકો પૈકી કોઇકે ૧૦૮ને જાણ કરતાં, ૧૦૮ની ટીમ પણ આવી પહોંચી હતી. જો કે ૧૦૮ ના સ્ટાફે ચકાસણી બાદ બંને ખેતમજુરોને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી પંચનામાની વીધિ બાદ બંને મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યા હતા. મૃતક બંને બાઈક ચાલક પૈકી મહેશભાઈ પાંડોર ભિલોડા તાલુકાના બુધ રાસણ ગામના જ્યારે પોપટભાઈ ડોડિયાર ભિલોડા તાલુકાના પહાડિયા ગામના હોવાનું તથા બંને અંદરો-અંદર સગા-સંબંધી હોવાનું જાણવા મળેલ છે.