-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અધિક માસ દરમ્યાન SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે માનવ સેવા યજ્ઞ માખાવડ ગૌશાળા, સરદાર ગૌશાળા અને ગોંડલ ગૌશાળાની ગાયોને લીલુ ઘાસ નખાયું

રાજકોટ તા.૨૦ SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા માછલીથી માંડીને માનવ સુધી વિવિધ ક્ષેત્રે સેવાયજ્ઞ શરુ કરવામાં આવેલ છે. જેમાં શરુઆતમાં માખાવડ ગૌશાળા, સરદાર ગૌશાળા અને ગોંડલ ગૌશાળાની ગાયોને લીલુ ઘાસ નખાયું
અધિક માસ દરમ્યાન રાજકોટની બાજુના ગામો જેવાકે રીબડા, ગુંદાસરા, ખોરાણા, રાવકી, ઢોલરા, રીબ, માખાવડ, શાપર, વાવડી વગેરે ગામોમાં (તા.૧૮–૯-૨૦૨૦ થી ૧૬-૧૦-૨૦૨૦ ) અધિક માસ દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાને અાધારે સર્વ પ્રાણી માત્રનું મંગળ થાય તેવી ભાવના સાથે દરરોજ વિવિધ સેવા યજ્ઞ રાખેલ છે.
જેમાં દરરોજ જે તે ગામોમાં જાતે જઇ વિવિધ ગોશાળાઓમાં પશુઓ માટે દવાની કીટ અને ઘાસચારો, વિધવા બહેનોને રસોઇ માટે કુકર વિતરણ, સાધુ સન્યાસી અને બ્રાહ્મણોને વસ્ત્રદાન, કારખાનામાં મજુરી કરતા લોકોને ટિફિન બોક્સ વિતરણ, નિરાધાર સસ્તે રઝળતી ગાયોને ચારો, અંધ લોકોને લાકડી વિતરણ, અપંગ લોકોને સહાયરુપ થનાર ઘોડી વિતરણ, પશુ-પક્ષીઓને પાણી પીવા માટે કુંડીનું વિતરણ, અનાથ બાળકો માટે ટુવાલનું વિતરણ, જરુરિયાતમંદો માટે ચશ્માનું વિતરણ, ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટે બેટરી -લાઇટનું વિતરણ, સંસ્થામાં રહેતા તમામ કર્મચારીઓને મેડિકલ ઇન્સ્યોરન્સ, ૧૦૮ તથા અેમ્બ્યુલન્સ ડ્રાઇવરો માટે વોટર બોટલ, ખેત મજુર કરતા લોકો માટે બુટ ચંપલ વિતરણ, સફાઇ કામદારો માટે કપડાનું વિતરણ, પોલિસ સ્ટેશનમાં પાણી પીવાના જગનું વિતરણ, મોર તથા અન્ય પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા, કોરોના સંક્રમિત પરિવારો માટે ઉકાળા તથા અન્ય મદદ તેમજ કિડીયારુ પુરવું, માછલીઓ માટે ડેમમાં લોટની ગોળીઓ, ખીસકોલી જેવા નાના પ્રાણીઓ માટે મકાઇના ડોડા મૂકવા, કૂતરાઓ માટે રોટલા વગેરે સર્વજીવહિતાવહ મદદ શરુ થયેલ છે.
આ સેવા યજ્ઞ હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને તીર્થસ્વરુપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે.
આ સેવા યજ્ઞમાં જોડાવા અને સહયોગ આપવા માટે મો.નં. ૯૮૭૯૦૦૦૯૫૫ અને ૯૭૨૭૭૦૭૦૭૩ ઉપર સંપર્ક સાધવા શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની યાદીમા જણાવાયું છે.