-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સામાન્ય પ્રજાને ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારની અપીલ અને સરકાર પોતે MoU રદ કેમ કરતી નથી ?
ચાઇના કંપનીઓ સાથે થયેલા એમઓયુ રદ્દ કરવા કોંગ્રેસની માંગણી

અમદાવાદઃ સરહદ પર ચીન સાથે તણાવ છે ત્યારે દેશપ્રેમની વાતો કરતી ગુજરાત સરકાર ચીન સાથે એમઓયુ રદ કેમ કરતી નથી, કેમકે પ્રત્યે ગુજરાત સરકારને ચીન પ્રત્યે આટલો પ્રેમ કેમ છે.તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે
ચીનનું નાક દબાવવા માટે કેન્દ્ર સરકારે પ્રથમ ચીનની એપ બંધ કરાવ્યા બાદ રમકડાં ખરીદી પર પ્રતિબંધ લાદયો છે. બીજી તરફ ચીન તરફથી દેશના મહાનુભાવોની જાસૂસી કરાવી હોવાની હકીકતોનો પર્દાફાશ થયો છે. ત્યારે ગુજરાત સરકારને ચીન પર આટલો પ્રેમ કેમ છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
તેમણે કહ્યું છે કે, ચાઇના અને ચાઇનીઝ કંપનીઓના હિતો સાથે કરેલા રોકાણની જાહેરાતો અને તેની આજની વાસ્તવિકતા શું છે તે પણ સરકારે જાહેર કરવી જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2011ના શાસનમાં ફલાઇટ કનેક્ટિવિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, મોટાપાયે હાઉસીંગ, કુષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના 30થી વધુ જુદા જુદા એમઓયુ (સમજૂતીપત્ર) થયા પણ કેટલું રોકાણ આવ્યું ?
રોજગારીની નક્કર કોઈ વાત નથી. આ જ રીતે વર્ષ 2011માં ચાઇના એનર્જી કંપની દ્રારા ગ્રીન પાર્કના નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હજુ સુધી આ કંપની જમીન પર કઇ જગ્યાએ પાર્ક બન્યો તેમજ કેટલું વીજ ઉત્પાદન કર્યું તે ગુજરાતની જનતા જાણવા માંગે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્રારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2015માં આનંદીબેન પટેલે મુખ્યંત્રી તરીકે 30,000 કરોડના 24 એમ.ઓ.યુ. કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી. જેમાં ટેક્ષટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સીટી અને સ્ક્રીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયૂટ સ્થાપવાની જાહેરાત થઇ હતી.
જયારે વર્ષ 2017ના વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની 37,500 કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. વર્ષ 2019માં 10,500 કરોડના રોકાણ સાથે ઇન્ડ્રરસ્ટ્રીયલ પાર્ક, ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં 15,000 ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે. પરંતુ જમીન પર કશું આવ્યું નથી.