-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમદાવાદ સહિત સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો
રાજકોટ-જામનગરમાં પણ ૧૦૦થી વધુ કેસ : વડોદરામાં પણ ૯૮ કેસ નોંધાયા : સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૧ નવા કેસ નોંધાયા : સરકારની ચિંતા વધાી

અમદાવાદ, તા. ૨૦ : ગુજરાતના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી કેસની સંખ્યા ૧૭૦ની આસપાસ રહેતી હતી જ્યારે અમદાવાદમાં ૧૫૦ની આસપાસ રહેતી હતી. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં તેમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર અને સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યા ૧૦૦થી ઉપર નોંધાઈ છે. સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૧ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૧૬૧ નવા કેસ સામે આવ્યા છે. આમ એક દિવસમાં બંને શહેરોમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટવાના બદલે વધી રહી છે. તંત્રના પ્રયાસો છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના ૧૬૧ નવા કેસ નોંધાયા છે. ઘણા દિવસો બાદ કેસની સંખ્યા ૧૬૦ની ઉપર નોંધાઈ છે. જ્યારે ૧૨૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદ જિલ્લામાં ૨૨ કેસ નોંધાયા છે અને ૨૫ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સુરતની પરિસ્થિતિ વધારે વકરી રહી છે. સુરત શહેરમાં તો કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી તેવામાં સુરત જિલ્લામાં પણ કેસ સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૧ કેસ સામે આવ્યા છે. આમ દૈનિક કેસની સંખ્યામાં સુરત શહેરમાં આ નોંધપાત્ર ઉછાળો છે. સુરતમાં ૧૮૫ દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં પણ ૧૦૨ નવા કેસ નોંધાયા છે અને ૧૦૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં ચાર અને સુરત શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જામનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૧૦૦થી ઉપર નોંધાઈ રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં પણ ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૧૦૪ નવા કેસ સામે આવ્યા છે અને ૧૦૩ દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં ૬૦ કેસ નોંધાયા છે અને ૩૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર શહેરમાં ૧૦૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
જામનગર જિલ્લામાં ૨૪ કેસ નોંધાયા છે અને ૧૨ દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરની પરિસ્થિતિ પણ યથાવત છે. વડોદરામાં પણ કેસમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં કોરોનાના ૯૮ નવા કેસ નોંધાયા છે અને ૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા જિલ્લામાં ૪૨ કેસ સામે આવ્યા છે અને એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ ઉપરાંત વડોદરા શહેર કે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.