-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
નાંદોદના માંગરોળ ગામેં સેવા સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકો તથા સફાઈ અભિયાન માટે થેલીઓનું વિતરણ
નર્મદા જિલ્લાના માંગરોળ ગામના સેવાભાવી વ્યક્તિ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ સ્વખર્ચે વર્ષો થી લોકસેવા કર્યો કરે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં સેવા સપ્તાહ નિમિત્તે આજે વિદ્યાર્થીઓને નોટબુકોના વિતરણ સાથે સફાઈ અભિયાન માટે કાપડ ની થેલીઓનું પણ વિતરણ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.જોકે વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ ગામે ગામ જઈ સ્વખર્ચે કાપડની થેલીઓ વિતરણ કરતા આવ્યા છે તેમણે આજે માંગરોળ ગામના બાળકો ને નોટબુકો નું વિતરણ કરી વધુ એક સારૂ સેવાકાર્ય કર્યું હતું.
ઘણા વર્ષો થી આવા સેવાકાર્ય કરતા આવેલા વામનકદના મહેન્દ્રભાઈ પ્રજાપતિ પ્લાસ્ટિક મુક્ત ભારત ના સરકાર ના સંદેશ માટે સતત નિસ્વાર્થ ભાવે કાપડ ની થેલીઓ અવનવા સંદેશ સાથે વિનાલ્યે વિતરણ કરી નર્મદા જિલ્લામાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે તેમના આ સેવાકાર્યને ઠેર ઠેર થી સારો આવકાર પણ મળી રહ્યો છે ત્યારે પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરી કાપડ ની થેલીઓ વાપરવા ના સંદેશ સાથે સતત ઝઝૂમતા મહેન્દ્રભાઇ ના આ સેવાકાર્ય થી આવનારા સમય માં નર્મદા જિલ્લાના લોકોમાં મોટી જાગૃતિ જરૂર આવશે તેમાં કોઈ બેમત નથી.