Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સાબર ડેરીએ ભેંસના દૂધમાં 20 રૂપિયા અને ગાયના દૂધમાં ફેટદીઠ 10 નો વધારો કર્યો : પશુપાલકોમાં ખુશીનો માહોલ

નવા ભાવથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ મળશે

હિંમતનગર :સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે સાબર ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા ભેંસના દૂધ અને ગાયના દૂધના  ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

 સાબરડેરીએ ભેંસના દૂધના ભાવમાં 20 રુપિયાનો અને ગાયના દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેંસના દૂધના કિલો ફેટના 730 રૂપિયા અને ગાયના દૂધનાના કિલો ફેટના 310 રૂપિયા ભાવ કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 21 માર્ચથી અમલમાં આવશે તેવું અમૂલ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી ઉનાળાનાં દિવસમાં દૂધની આયાત યાત ઓછી થાય છે તેવી સ્થિતિમાં પશુપાલકોને આર્થિક નુકસાન ન જાય અને અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી સાબર ડેરીએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, આ ભાવ વધારા સાથે પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી ડેરીઓમાં સાબર ડેરી શિખરે પહોંચી ગઈ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, સાબર ડેરીને નાણાકીય વર્ષ 2018-19માં 5211.14 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું.

(11:43 pm IST)