-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
LRD ભરતી વિવાદ : મામલે હાઇકોર્ટે 358 મહિલા ઉમેદવારોની વાંધા અરજી સ્વીકારી : સરકારને નોટિસ ફટકારી: માંગ્યો જવાબ

અમદાવાદ : રાજ્યમાં ખૂબ ગાજેલો લોકરક્ષક દળની ભરતી મામલે ભરતીની 380 મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં વાંધા અરજી કરી હતી અને કોર્ટે તેમની વાંધા અરજી સ્વીકારતા સરકારને નોટિસ પણ ફટકારી છે
ગુજરાત હાઇકોર્ટે નવી ભરતી ના સૂચિત લિસ્ટમાં બીન અનામત વર્ગ ની બાકી રહી જતી કુલ 1578 પૈકી 880 સિવાય ની બાકી રહેતી જગ્યામાં 358 મહિલા ઉમેદવારોની વાંધા અરજી સ્વીકારી સરકારને નોટિસ ફટકારી 30 માર્ચ સુધી માં જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો
આ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે 2012માં નિયમ અનુસાર જે 33 ટકા ભરતી થવી જોઈએ તે પ્રમાણે ભરતી કરાઈ નથી. 10 માર્ચે જે સરકારે લિસ્ટ જાહેર કર્યું છે તેમાં જાહેરાત અનુસાર જનરલ કેટેગરીની 1,578 જગ્યા હતી તેમાંથી ફક્ત 880 જગ્યાઓ ભરી અને બાકીની જગ્યાઓ બીજી કેટેગરીમાં ફાળવી દેવામાં આવી છે
આ તમામે તમામ 1,578 જગ્યા મહિલાની બીન અનામત વર્ગની કેટેગરીને જ મળવી જોઈએ તથા જે 3/9/2014ના આધારે ભરતી કરવામાં આવી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી અને ગેર કાયદેસર છે કારણ કે તે પરિપત્ર આ નિયમો વિરુદ્ધ છે
અત્રે ઉલ્લેખનીય છે કે લોક રક્ષક દળ ની ભરતી નો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે અને આ અંગે પહેલેથી જ હાઇકોર્ટ સમક્ષ 2 પિટિશન પેન્ડિંગ છે તેવામાં આજે આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે.