-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ
એચસીસીબી દ્વારા ઉજવણી કરાઈ
અમદાવાદ,તા. ૧૬ : ભારતની ટોચની એફએમસીજી કંપનીમાંથી એક હિંદુસ્તાન કોકા- કોલા બેવરેજીસ (એચસીસીબી) દ્વારા મહિલા અને પુરુષો વચ્ચે લિંગ સમાનતા પર કેન્દ્રીત મહિનાને લઇ લાંબી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ થકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે હિંદુસ્તાન કોકા- કોલા બેવરેજીસ દ્વારા અમદાવાદ નજીક તેની સાણંદ ફેક્ટરીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોડકશન, મેઈનટેનન્સ, ક્વોલિટી એશ્યોરન્સ, સ્ટોર્સ, શિપિંગ, સિક્યુરિટી અને ફોર્ક લિફ્ટ ઓપરેશન્સ જેવા વિભાગોમાં ૪૦ ટકાથી વધુ મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે. મેનએઝએલીઝ શીર્ષક હેઠળ આ ઉપક્રમનું લક્ષ્ય એચસીસીબી દ્વારા તેના કર્મચારીઓ માટે તાજેતરમાં રજૂ કરાયેલી કોર્પોરેટ પહેલો પાછળનો વિચાર પરિવર્તિત કરવાનું લક્ષ્ય સેવ્યું હતું. કાર્યસ્થળે, તળિયાના સ્તરે અને સ્થાનિક સમુદાયના સ્તરે વૈવિધ્યતાની ઉજવણી કરે છે. આ કાર્યક્રમના આરંભમાં ફેક્ટરી મેનેજર શ્રી ગિરીશ છબલાનીએ લિંગ વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવા માટે પુરુષો અને મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી. કંપની સંસ્થામાં લિંગ સમાનતાની સંસ્કૃતિને મજબૂત બનાવવા અને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવતી કંપનીની કોર્પોરેટ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપ છે. એચસીસીબીની સાણંદ ફેક્ટરી ભારતમાં સૌથી વૈવિધ્યપૂર્ણ કાર્યસ્થળમાંથી એક છે. કાર્યક્રમના આરંભ બાદ મહિલાઓ માટે કારકિર્દીનો પંથ, કુશળતા વિકાસ, માનસિક અવરોધોમાંથી બહાર આવવું અને પડકારજનક સામાજિક જૂની ઘરેડ પર કેન્દ્રિત વરિષ્ઠ આગેવાનો દ્વારા સ્પીડ મેન્ટરીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઝુંબા વેલનેસ સેશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં પુરુષ અને સ્ત્રી કર્મચારીઓએ ભાગ લીધો હતો. વેલનેસ પર વિશેષ ભાર અપાયો હતો. શારીરિક અને માનસિક કલ્યાણ થકી મહિલાના આરોગ્ય અને સ્વચ્છતાના મહત્ત્વ પર સત્ર યોજાયું હતું. આ અનોખી પહેલની નોંધનીયતા આલેખિત કરતાં એચસીસીબીની સાણંદ ફેક્ટરીના ફેક્ટરી મેનેજર શ્રી ગિરીશ છાબલાનીએ ઉમેર્યું હતું કે, અમારા મહિલા કાર્યબળની ઉજવણી કરતો આ કાર્યક્રમ યોજવાની મને બેહદ ખુશી છે. અમારી ફેક્ટરીમાં મહિલાઓ પુરુષોની સમકક્ષ અલગ અલગ ભૂમિકા ભજવવામાં કામ કરવા માટે સશક્ત છે. અમારું લક્ષ્ય આ સંસ્કૃતિમાં સ્થાનિક સમુદાયનો સમાવેશ કરવાનું અને તેમને વિશાળ લક્ષ્યનો હિસ્સો બનાવવાનું છે, જેથી લિંગ સમાનતા અને વૈવિધ્યતાની ખાતરી રહેશે.