Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજપીપળા જેલના કેદીને ધોરણ ૧૨ની પરીક્ષા આપવા કોર્ટેની પરવાનગી : પોલીસ જાપ્તા સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર લઇ જવા હુકમ

ડેડીયાપાડાના કનબુડી ગામનો યુવાન 3 મહિનાથી બળાત્કારના કેસમાં જેલમાં હોય પરીક્ષા માટે અરજી કરી હતી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામનો પ્રતાપ વસાવા નામનો યુવાન રાજપીપળાની સબજેલમાં છેલ્લા ૩ મહિનાથી બળાત્કારના કેસમાં હોય તેને બોર્ડની પરીક્ષા આપવા કોર્ટ સમક્ષ અરજી કરતા કોર્ટે તેને એક દિવસના પેરોલ જામીન આપવા મંજૂરી આપી છે.
 ડેડીયાપાડાના કનબુડીનો અરજદાર આરોપી પ્રતાપ વસાવા હાલ બળાત્કારના કેસમાં ૩ મહિના થી જેલમાં હોય હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં તેનું આગામી ૧૮ માર્ચે અંગ્રેજીનું પેપર હોવાથી તેણે તેના વકીલ એમ.જી. કુરેશી મારફતે અરજી કરી જેમાં પેપર આપવા તેને એક દિવસ માટે પોલીસ જાપતા સાથે પરીક્ષા આપવા દેવાય,

          જેથી કોર્ટે આ બાબતે અરજદારને પરીક્ષાના પ્રશ્ન હોય તેની રજુઆત મુજબ પરીક્ષામાં પોલીસ જપતા સાથે લઈ જવા પરવાનગી આપી જેમાં જણાવ્યું કે પરીક્ષા અપાવવા માટે રાજપીપળા સબજેલથી તેના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર લઇ જવા અને પરીક્ષા પત્યા બાદ તેને સબજેલ રાજપીપળા પરત લઇ આવવો સાથે સાથે અરજદારના સગાં સબંધીઓ પરીક્ષાના વિષયનું મટીરીયલ/પુસ્તકો,નોટો આપે તો અરજદારને વાંચવા માટે પુરી પાડવા અને વાલી આ પરીક્ષાની ઓરીજનલ રીસીપ્ટ આપે તે પણ તેને આપવી, અરજદાર આરોપીને પરીક્ષા આપવામાં કોઇપણ તકલીફ ના થાય તેની કાળજી લેવા પણ કોર્ટે જેલના સુપ્રીટેન્ડેન્ટને જણાવાયું હતું.

(9:57 pm IST)