Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ખેડબ્રહ્મા નજીક પસાર થતા હાઇવે પર વારંવાર અકસ્માત સર્જાતા લોકોએ બમ્પ મુકવા રજુઆત કરી

ખેડબ્રહ્મા: શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રોડ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે. મોટા વાહન ચાલકો તેમના વાહનો પૂર ઝડપે પસાર થતા હોવાથી આ રોડ ઉપર બમ્પ મૂકવા માટે લોકોની રજૂઆતો છે.

ખેડબ્રહ્મા શહેરમાંથી સ્ટેટ હાઇવે રોડ પસાર થાય છે. આ હાઇવે રોડ ઉપર સતત દિવસ રાત પૂર ઝડપે વાહનો પસાર થાય છે.

 શહેરમાં પેટ્રોલપંપ પાસે લક્ષ્મીપુરા ચાર રસ્તા ગામના ઢાળ તરફ સીનેમા આગળ તેમજ બસસ્ટેશન વિસ્તારમાં રોડને બંને તરફ નાના બમ્પ મુકવા માટે લોકોની રજૂઆત છે. આ રોડ ઉપરથી ઈડર તરફથી તેમજ અંબાજી તરફથી પુર ઝડપે વાહનો પસાર થાય છે. જેના કારણે અકસ્માતો વધારે થાય છે.

(5:55 pm IST)