Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગાંધીનગર નજીક ચિલોડા-નરોડા હાઇવે પર સાંજના સુમારે મોપેડ સ્લીપ થતા નીચે પટકાયેલ યુવક ટ્રકમાં કચડાઈ જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

ગાંધીનગર: શહેર નજીક ચિલોડા-નરોડા હાઈવે ઉપર શાહપુર નજીક ગઈકાલે સાંજના સમયે મુળ રાજસ્થાનના અને કલોલમાં રહેતાં  બે પિતરાઈ ભાઈ મોપેડ ઉપર ધનસુરાથી પરત જઈ રહયા હતા તે દરમ્યાન તેમનું મોપેડ સ્લીપ ખાઈ ગયું હતું અને ત્યાંથી પસાર થતાં ટ્રકે ચાલક યુવાનના માથા ઉપરથી ટ્રક પસાર કરી દેતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. 

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે પણ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું છે. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે કલોલના મિલકામદાર સોસાયટીના મકાન નં.૩ ખાતે રહેતાં ગોરધન ચુનીલાલ રાજપુરોહિતના ઘરે રાજસ્થાનથી તેમનો પિતરાઈ ભાઈ પ્રકાશ હંસારામ રાજપુરોહિત આવ્યો હતો. પ્રકાશને ધનસુરા ખાતે કામ હોવાથી ગઈકાલે બન્ને ભાઈઓ મોપેડ લઈને ધનસુરા ગયા હતા. જયાંથી તેઓ ચિલોડા-નરોડા હાઈવે ઉપર શાહપુર નજીકથી પસાર થઈ રહયા હતા તે સમયે પ્રકાશ મોપેડ ચલાવતો હતો અને ગોરધનભાઈ પાછળ બેઠા હતા.

(5:55 pm IST)