Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કપડવંજ-નડિયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત:એસ.ટી. બસ ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં ત્રણ મોટર સાયકલને હડફેટે લીધી:ત્રણ શખ્સોના એક સાથે મૃત્યુ નિપજતા અરેરાટી

નડિયાદ:કપડવંજ-નડિયાદ રોડ પર આવેલ દાસલવાડા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસ. ટી. બસના ચાલકે પોતાનું વાહન ઓવરટેક કરવા જતા આગળ જતી મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા.આ બનાવ અંગે આંતરસુબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કઠલાલ તાલુકાના પોરડા ભાટેરામાં રહેતા મુકેશભાઇ પરમાર  ઉં.૨૩, કોમલબેન પરમાર ઉં.૨૦ અને જયશ્રીબેન પરમાર ઉં.૧૮ પોતાની મોટર સાયકલ પર ઢળતી બપોરે કઠલાલ થી કપડવંજ તરફ જઇ રહ્યા હતા. આ સમયે દાસલવાડા પાસે એક અસ. ટી. બસના ચાલકે આગળ જતા ડમ્ફરનો ઓવરટેક કરવા જતા મુકેશભાઇની મોટર સાયકલને ટક્કર મારી હતી. જેથી મોટર સાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, અને તેમને  શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા.

(5:53 pm IST)