Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

અમદાવાદમાં ઓડી કાર લઈને પુરપાટ ઝડપે જતા શખ્સને વાહન ચાલકે ધીમે કાર હંકારવાનું ક્હેતા ઝઘડો:બાઈક ચાલકને ઢોરમાર મારતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં અંજલી પાસેના આંબેડકરબિર્જ પર પુરઝડપે ઓડી કાર લઈને જઈ રહેલા શખ્સને બાઈક ચાલકે ધીમે વાહન હંકારવા જણાવતા ઝઘડો થયો હતો. જેમાં કારમાંથી ફતરેલા ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો બોલીને બાઈકચાલકને ગડદાપાટુનો ઢોર માર મારીને ધમકી આપી હતી. પાલડી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મુળ મુબઈમાં રહેતા દિવ્ય વી.મહેતા (૨૪) મેમનગરની એક કંપનીમાં છેલ્લા છ મહિનાથી સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે.૧૪ માર્ચના રોજ તે બાઈક પર કંપનીના માલની ડિલીવરી કરીને પાલડી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આંબેડકરબ્રિજ પર બાજુમાંથી પુરઝડપે ઓડી કાર પસાર થતા દિવ્યભાઈએ કારચાલકને ઝીમેથી કાર ચલાવવા કહ્યું હતું. આથી કારચાલકે તેને બાઈક સાઈડમાં લેવાનું કહેતા દિવ્યબાઈએ બાઈક ઉભુ રાખ્યું હતું.

(5:43 pm IST)