Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે ઉપર કારમાં આગ ફાટી નિકળી

પોલીસે એફએસએલની મદદથી તપાસનો દોર : હાથીજણના મનોજભાઈનું મોત થતાં શોકનું ફેલાયેલ મોજુ

અમદાવાદના હાથીજણ મહેમદાવાદ માર્ગ પર રાધે ઉપવન સામેથી પસાર થઈ રહેલ મારૂતિ કારમાં આકસ્મિક આગ લાગતા કાર બળીને ખાખ થઈ હતી અને કારચાલક પણ તેમાં બળીને ભડથુ થઈ ગયો હતો. ફાયર વિભાગે આગને બુઝાવી હતી. આગમાં ભસ્મીભૂત થનાર કારચાલક મનોજ સોનીની અને કારને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરી છે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

અમદાવાદ,તા.૧૬ : અમદાવાદમાં હજુ બે અઠવાડિયા પહેલાં ઈન્દિરા બ્રિજ પાસે મારૂતિ બલેનો કારમાં એકાએક આગ ફાટી નીકળતાં કારચાલક કારની અંદર ભડથું થઈ ગયો હતો. તેવામાં આવી બીજી એક ઘટના હાથીજણ-મહેમદાવાદ હાઈવે પર બની છે. અહીં મારૂતિની એસ-ક્રોસ કારમાં એકાએક કાર લાગતાં કારચાલક કારની અંદર જીવતો ભુંજાયો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે એફએસએલની મદદથી સમગ્ર પ્રકરણમાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના હાથીજણની શ્રદ્ધા પાયોનીયર સોસાયટીમાં રહેતાં મનોજભાઈ સોની આજે પોતાની મારૂતિ સુઝુકી એસ ક્રોસ કારમાં ડીઝલ ભરાવીને પરત આવી રહ્યા હતા.

     જે સમયે અમદાવાદ શહેરના હાથીજણ-મહેમદાવાદ હાઈવે ઉપર રાધે ઉપવન નજીક એકાએક તેમની કારમાં આગ લાગી ગઈ હતી. કાર સેન્ટ્રલ લોક થઈ જતાં મનોજભાઈ કારની બહાર નીકળી શક્યા હતા. હાઈવે પર કાર ભડભડ સળગી જતાં લોકો એકઠાં થઈ ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પણ કારમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં કાર બળીને સંૂપૂર્ણ ખાખ થઈ ગઈ હતી અને મનોજભાઈ કારની અંદર જીવતા ભુંજાઇ ગયા હતા. હવે કારમાં કેમ આગ લાગી તે અંગે તપાસ રૂ કરવામાં આવી છે.

     તો પોલીસે પણ મામલે ગુનો નોંધીને તપાસ રૂ કરી છે. શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટાફે ઘટના સ્થળની મુલાકાત લઈને આગળની કાર્યવાહી રૂ કરી દીધી છે. ઉનાળો નજીક આવતા પ્રકારના બનાવ બનવા લાગ્યા છે. પહેલા અમદાવાદના ઈન્દિરા બ્રીજ પર કારમાં આગ લાગવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગવાને કારણે લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે ચકચાર મચી ગઇ હતી, ત્યારે હવે લોકોએ પણ કારમાં લાગતી આગની ઘટનાઓને લઇ જાગૃત અને ગંભીર બનવાની રૂ છે કારણ કે, હવે કારમાં લાગતી આગની ઘટનાઓમાં મૃત્યુઆંક વધી રહ્યા છે.

(8:44 pm IST)