Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

'ચૂંટણી જીત્યા પછી વેચાઈ જતા ધારાસભ્ય-સાંસદો સામે દેશદ્રોહનો કેસ ચલાવો': ધારાસભ્ય છોટુ વસાવાની માંગ

કોંગ્રેસનો એક ધારાસભ્ય સો કરોડ રૂપિયામાં વેચાયો:ફેસબુક પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માંડ્યા છે ત્યારે ગુજરાતના જ એક ધારાસભ્યે આક્ષેપ કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસનો એક ધારાસભ્ય સો કરોડ રૂપિયામાં વેચાયો છે.

 

  ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ લખીને આ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. છોટુ વસાવાએ તો મતદારો સાથે ગદ્દારી કરનારાં ધારાસભ્યો સામે દ્રેશદ્રોહની કલમ લગાવી પગલાં ભરવાની માંગ પણ કરી છે.

   છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, મતદારોએ જેમને મત આપીને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યાં છે તેઓ ચૂંટણી જીત્યા બાદ માત્ર થોડાક રૂપિયા ખાતર વેચાઇ જાય છે. આવા ધારાસભ્ય અને સાંસદો પર દ્રેશદ્રોહનો આરોપ લાગવો જોઇએ.

   2017ની હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના એક મતથી અહેમદ પટેલ વિજયી થયા હતાં. આ વખતે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી પણ અત્યારે જે સ્થિતી છે તે જોતાં છોટુ વસાવા અને તેમનો દીકરો કિંગ મેકર બનશે એ સ્પષ્ટ છે.

(11:34 am IST)