-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વડોદરામાં પીસીઆર વાનના કર્મી દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ
આરોપી પોલીસ કર્મચારીની આખરે ધરપકડ થઇ : સેવાસી-અંકોડિયા રોડ પર બેઠેલા યુગલને ધમકાવી ૫ાંચ હજાર પડાવ્યા : એકલતાનો લાભ લઇ યુવતી ઉપર દુષ્કર્મ

અમદાવાદ,તા.૧૫ : વડોદરામાં રક્ષક પોલીસ જ ભક્ષકની ભૂમિકામાં સામે આવતાં સમગ્ર વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે. મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના ગત રાતે બની હતી. જે પોલીસ પ્રજાની રક્ષક હોવાની વાત કરી રહી છે તે જ હવે પ્રજાની ભક્ષક બની છે. યુવક યુવતીઓને એકલામાં જોઇ ધાક ધમકી આપી તોડ પાડવાની આ કોઇ પ્રથમ ઘટના નથી. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસની પીસીઆર વાનના કોન્સ્ટેબલે યુવક પાસેથી રૂ. ૫૦૦૦નો તોડ પાડી પોલીસ કર્મી સંતોષ ના માન્યો અને યુવતીને કન્સ્ટ્રકશન સાઇટ પર લઇ જઇ તેના મિત્રને ફસાવી દેવાની ધમકી આપી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકોના આક્રોશ અને માંગણી બાદ આખરે પોલીસે આરોપી કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવર રસિક ચૌહાણ અને કોન્સ્ટેબલ સૂરજસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવક- યુવતી ગત રોજ મોડી સાંજે બાઇક પર ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન ગોત્રી સ્થિત ચેકપોસ્ટ પાસેની કેનાલ પર યુવક અને યુવતી પોતાની બાઇક પર બેસીને વાતો કરી રહ્યાં હતા. તેવામાં રાત્રે ૮-૩૦ વાગ્યાના અરસામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-૯ તેમની પાસે આવી પહોંચી હતી. પીસીઆર વાનમાં આવેલો તોડબાજ ખાનગી ડ્રાઇવર રસીક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉમાનગર સોસા. અંકોળીયા) અને કોન્સ્ટેબલ સૂરજસિંહ ફુલસિંહ ચૌહાણ વાનમાંથી ઉતરી બાઇક પાસે પહોંચ્યા હતા. બન્નેએ બાઇકની ચાવી કાઢી લઇ યુવક અને યુવતીને તેમના સબંધો અંગે પુછ્યું અને બાદમાં તેઓના પરિવારને આ અંગે જાણ કરવાની ધમકી આપી રૂ. ૫૦૦૦ની માગણી કરી હતી. યુવક પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનુ કહેતા કોન્સ્ટેબલ સુરજસિંહ ચૌહાણે ઇન્કાર કર્યો હતો. તેવામાં તોડબાજ ડ્રાઇવરે યુવકને બાઇક પર બેસાડી રૂપિયા લેવા માટે લઇ ગયો હતો. દરમિયાન કેનાલ પર કોન્સ્ટેબલ અને યુવતી એકલા ઉભા હતા.
ત્યારે સૂરજસિંહે યુવતી પર નજર બગાડવાનુ શરૂ કરી યુવતીના પિતાને જાણ કરી દેવાની ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી યુવતીને કોન્સટેબલ સુરજસિંહ નજીકમાં આવેલા અંડર કન્સ્ટ્રકશન સાઇટના એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેને યુવતી સાથે શારીરીક છેડછાડ શરૂ કરી અને ત્યારબાદ બળજબરી ઓરલ સેક્સ કર્યું હતું. હવસ સંતોષાતા કોન્સ્ટેબલે પીડીતાને ધમકી આપી હતી કે, તું કોઇને કહીશ તો તારા મિત્રને ફસાવી દઇશું. દરમિયાન ડ્રાઇવર રસીક યુવકને લઇને આવી પહોંચતા બન્ને પીસીઆર લઇને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ આરએસપીના કાઉન્સિલરને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોતજોતામાં વિસ્તારના લોકો પણ આવી પહોંચતા સમગ્ર મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં સ્થાનિક કાઉન્સીલર અને લોક ટોળાની ઉગ્ર રજૂઆતને પગલે પોલીસે મોડી રાતે પીસીઆરના ખાનગી ડ્રાઇવર અને કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.