Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

મિલકતની વેચાણ કરતા અગાઉ કલેક્ટરની કાયદાની જોગવાઇઓ મુજબ પૂર્વ મંજૂરી જરૂરી

સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો છે.

 રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. તેમજ આ વિસ્તારોમાં હવેથી મિલકતની વેચાણ કરતા અગાઉ સુરત કલેક્ટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આશરે 75 થી 80 હજારની મુસ્લિમ વસતી છે. જ્યારે 1.75 લાખ જેટલી હિન્દુઓની વસતી છે. મોટાભાગના લોકો અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા છે.

(10:05 pm IST)