-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધે તેવા સંકેતો : વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદ ખાતે પારો ૩૩.૨

અમદાવાદ, તા. ૧૫ : ગુજરાતના અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ પણ જોવા મળી હતી. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે ગરમીના પ્રમાણમાં વધારો થશે. આવતીકાલે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદ શહેરમાં પારો ૩૩.૨ રહ્યો હતો જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પારો ૧૬.૭ ડિગ્રી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી રહ્યું હતું. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૦થી ૩૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં મોટાભાગે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.
એક બાજુ કોરોના વાયરસને લઇને દહેશત પ્રવર્તી રહી છે ત્યારે બીજી બાજુ શહેરમાં તાપમાનને લઇને પણ અટકળોનો દોર ચાલી રહ્યો છે. જાણકાર લોકો માની રહ્યા છે કે, તાપમાનમાં વધારો થશે તો કોરોના વાયરસની અસર ઘટી શકે છે. બીજી બાજુ નિચલી સપાટી ઉપર ઠંડા પવાનો ફુંકાઈ રહ્યા છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. બેવડી સિઝનના કારણે ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે જેના લીધા હાલમાં હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં આજે પારો ૩૨.૧ થયો હતો. અમદાવાદમાં પણ પારો ૧૬.૭ થયો હતો. ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ સહિત તમામ જગ્યાએ હવામાનમાં પલટા વચ્ચે રાત્રે શરદી અને દિવસમાં હળવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.
ક્યા કેટલું તાપમાન.....
વિસ્તાર |
મહત્તમ તાપમાન |
અમદાવાદ |
૩૩.૨ |
ડિસા |
૩૨.૧ |
ગાંધીનગર |
૩૨.૧ |
વીવીનગર |
૩૦.૯ |
વડોદરા |
૩૧.૬ |
સુરત |
૩૪.૬ |
ભાવનગર |
૩૧.૩ |
રાજકોટ |
૩૩.૩ |
નલિયા |
૩૩ |
પોરબંદર |
૩૪.૪ |
સુરેન્દ્રનગર |
૩૦.૮ |
મહુવા |
૩૩.૬ |
કેશોદ |
૩૪.૬ |
ભુજ |
૩૩.૪ |
કંડલા એરપોર્ટ |
૩૩.૨ |
કંડલા પોર્ટ |
૩૧.૭ |
વેરાવળ |
૩૫.૪ |
દિવ |
૩૨.૯ |