-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગુજરાતમાં કોરોનાને ધ્યાનમાં લઇ બે સપ્તાહ માટે સ્કુલ અને મોલ બંધ
કોઇ પોઝિટિવ કેસ ન હોવા છતાં સાવચેતીરુપે મલ્ટીપ્લેક્સ પણ બંધ : હાલ ચાલલી ગુજરાત બોર્ડ પરીક્ષાઓ યથાવત આગળ વધશે : અમદાવાદમાં પણ કોરોનાને રોકવા ૨૫૦ બેડની વ્યવસ્થા : ૨૯૦૦૦ યાત્રીઓની સ્ક્રિનિંગ

અમદાવાદ,તા. ૧૫ : ગુજરાતમાં કોરોના વાયરસના કોઇ પોઝિટિવ કેસ નોંધાયા નથી છતાં સર્વોચ્ચ તકેદારી ગુજરાતમાં પણ રાખવામાં આવી રહી છે. આના ભાગરુપે અન્ય રાજ્યોની જેમ જ ગુજરાત સરકારે પણ બે સપ્તાહ સુધી મોલ, મલ્ટીપ્લેક્સ અને સ્કુલોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, બોર્ડની પરીક્ષાઓ યથાવતરીતે જારી રહેશે. બીજી બાજુ તંત્ર દ્વારા અન્ય વિવિધ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ૩૮ સ્થળો ઉપર ક્વારનટાઈનની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. ૧૧૧૭ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ક્વારન્ટાઇન સુવિધા ઉભી કરવામાં આવી છે. સંબંધિત જિલ્લામાં કલેક્ટર અને મહાનગરપાલિકા વિસ્તારમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોડલ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી ચુકી છે. આ ક્વારન્ટાઇન સુવિધા હેઠળ ચીન, કોરિયા અને અન્ય દેશોથી આવનાર યાત્રીઓને આ સ્થળ પર લઇ જવામાં આવશે. અમદાવાદમાં પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. આંકડા દર્શાવે છે કે, અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ટર્મિનલ બે અને સુરત વિમાની મથક પર કોરોના વાયરસ માટે સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ અને સુરતમાં હજુ સુધી ૨૮૮ ફ્લાઇટમાં ૨૯૫૬૦ યાત્રીઓની સ્ક્રિનિંગ કરવામાં આવી ચુકી છે. રાજ્યના તમામ ૧૭ બંદરમાં કુલ ૭૧ જહાજમાં ૨૫૬૮ યાત્રીઓની ચકાસણી થઇ ચુકી છે. રાજ્યમાં કુલ ૨૮૧૪ યાત્રી કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે. આમાથી ૧૨૨૪ યાત્રીઓએ ૨૮ દિવસની અવધિ પુરી કરી લીધી છે. બીજી બાજુ કોરોનાના ફેલાવવાને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા બહુ મહત્વનો અને મોટો નિર્ણય લેવાયો છે કે, આગામી બે સપ્તાહ સુધી સમગ્ર રાજયમાં સ્કૂલો, કોલેજો અને મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના જાહેર સ્થળો બંધ રહેશે. હાલ રાજયભરમા ંચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ રાબેતામુજબ ચાલુ રહેશે. કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ મોલ-મલ્ટીપ્લેકસ, સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જ્યારે હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.
રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જોકોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.૫૦૦ રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી નહી યોજવા પણ અનુરોધ કર્યો છે. આમ, કોરોના ઇફેકટને લઇ રાજય સરકાર દ્વારા જાહેરજનતાના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કોઇ પોઝિટિવ કેસ નહીં હોવા છતાં તંત્ર ખુબ એલર્ટ છે.
ભીડની જગ્યાઓ પર ન જવા માટે આદેશો જારી
સાવચેતીના પગલારુપે નિર્ણયોનો દોર
અમદાવાદ, તા. ૧૫ : કોરોના વાયરસથી બચવા માટે જુદા જુદા આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે છીંક અથવા ખાંસીના સમયે મોં પર રુમાલ રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાબુ અને પાણીથી નિયમિતરીતે હાથ ધોવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અન્ય વ્યક્તિને તાવ અથવા ખાંસીના લક્ષણ હોવાની સ્થિતિમાં સુરક્ષિત અંતર રાખવા માટે કહેવામાં આવ્યું છે. રોગના લક્ષણ દેખાઈ આવે તો ૧૪ દિવસ સુધી અલગ રૂમમાં રહેવાની જરૂર છે. લોકોને ભીડની જગ્યાઓ ઉપર ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.