Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ; નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા બોગજ ગામમાં આંકડા જુગાર નો ધંધો કરતા એક ઈસમ ને પોલીસે જુગાર ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.


મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ ચેકીંગ માં હતી દરમિયાન મહેન્દ્રભાઈ જીવણભાઈ વસાવા  રહે. ઘાણીખુટ નવી વસાહત તા.નેત્રગ જિ.ભરૂચ નાઓએ કોલીવાડા બોગજ ગામે ખુલ્લી જગ્યામાં આમલીના ઝાડ નીચે જાહેરમાં વરલી મટકાના આંક-ફરકના આંકડાઓ લખી-લખાવી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૮૪૦ -/ના જુગારના સાહિત્ય સાથે રેઇડ દરમ્યાન પકડી પાડતા ડેડીયાપાડા પોલીસે જુગાર ધારાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે.

(12:07 am IST)