Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ડેડીયાપાડા વિધાનસભાની નવાગામ જિલ્લા પંચાયત સીટના બેબાર ગામે બીજેપી ની બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા ડેડીયાપાડા વિધાનસભાની નવાગામ જિલ્લા પંચાયત સીટના બેબાર ગામે બીજેપીની બેઠક યોજાઈ

મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હોવા છતાં આ વિસ્તારનો ખૂબ જ સારો વિકાસ થયો છે તેમજ મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના, રોડ - રસ્તાઓ અને બ્રિજો જેવી માળખાકીય સુવિધાઓ, સોલારથી બોર મોટર સિંચાઈની સુવિધાઓ,વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ ના કામો, જરૂરિયાતમંદો ને મફત અનાજ, મહિલા સશક્તિકરણ જેવી યોજનાઓ પર ચર્ચા કરી સાથે ભગવો રંગ દેશભર માં ફરી છવાઈ એ માટે મતદાન અવશ્ય કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 pm IST)