-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મતદાન કરેલ મતદારને મતદાનના દિવસે રાજ્યભરની હોટલોમાં ભોજન બિલ પર ૭ થી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે
લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનની અનોખી પહેલ

અમદાવાદ : લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોઓ અનોખી પહેલ કરી છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપી છે. આમ, ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.