Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

સુરતમાં પોલીસે ૩ ગ્રામ MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

પોલીસ અને ઝોન ફોરની ટીમ દ્વારા ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય એક એમ કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે

 

સુરત, તા.૫

સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી 'નો ડ્રગ્સ ઈન સીટી' અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેર ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું હોય તે રીતે દિવસે દિવસે પ્રતિબંધિત ડ્રગ્સ પેડલરો પકડાઈ રહ્યા છે.ત્યારે ગઈકાલે સાંજે ફરી પાછી ખટોદરા પોલીસ અને ઝોન ફોરની ટીમ દ્વારા ફિલ્મીઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય હજુ એક આરોપીને પકડી પાડતા કુલ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.જણાવી દઈએ કે પોલીસે ૩ ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા ૨.૬૯.૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. બનાવની વિગતો જોઈએ તો, સુરત ખટોદરા પોલીસ અને ઝોન ફોરની ટીમ દ્વારા ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય એક એમ કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. બે આરોપીઓ બાદ અન્ય એક આરોપી એમ કુલ ત્રણ આરોપીઓ પાસેથી ૧.૪૩ ગ્રામ ડ્રગ્સ તથા ડ્રગ્સ આપનાર પાસેથી પણ ૩ ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બાબતે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે ડીસીપી ઝોન- ૪ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રોહિત યોગેશભાઈને બાતમી મળી હતીકે, ખટોદરામાં જૂની સબજેલની પાછળ સેલ પેટ્રોલપંપ વાળી ગલીમાં બે યુવકો એમડી ડ્રગ્સ લઈ બર્ગમેન મોપેડ પર પસાર થવાના છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અહીં પોલીસે ફિલ્મીઢબે મોપેડને આંતરી આરોપી તૌસિફખાન યુનુસખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખને પકડી પાડયા હતા. પોલીસે તલાશી લેતા તેઓ પાસેથી ૧.૪૩ ગ્રામ વજનનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા ૧૪.૩૦૦નું છે. તથા બંને આરોપીઓની પૂછપરછમાં માન દરવાજા પાસે રહેતા આરોપી ચાંદનું નામ બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી પણ પોલીસને ૩ ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા ૨.૬૯.૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા કોઈને વેચતા હતા કેટલા સમયથી  ડ્રગ્સનો વેચાણ કરતા હતા સમગ્ર મામલે આરોપીઓને નામદાર કોર્ટમાં હાજર કરીને ત્રણે આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડની માંગણીઓ કરી છે.

(11:48 am IST)