-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
એનપીઆર અને એનસીઆરના વિરોધમાં બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની ડાયલોગબાજીઃ સોશ્યલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઇ

મુંબઇ: બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે.
NPR અને NRC અંતર્ગત ભારતીય લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવ્યું. 90 ટકા લોકોની પાસે સાબિત કરવા માટે કોઈ સરકારી જન્મપ્રમાણ પત્ર નથી. શું તમામને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે, આ ડર વિશે સૌને ખબર છે. કેન્દ્રમાં મારી અપીલ છે કે, NPR અને NRCને રોકી દેવામાં આવે.
હાલમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે NPR અને NRC ને લઈને ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, NPR અને NRC અંતર્ગત જનતાને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકોની પાસે તે સાબિત કરવા માટે કોઈ સરકારી જન્મપ્રમાણ પત્ર નથી. શું સૌને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે. આ ડર સૌને સતાવી રહ્યો છે. કેન્દ્રમાં મારી અપીલ છે કે, NPR અને NRC ને રોકી દેવામાં આવે. કેજરીવાલને આ ટ્વિટને રિટ્વીટ કરતા સ્વરા ભાસ્કરે સીએમના વખાણ કર્યા, જેના બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
એક યુઝરે લખ્યું કે, આ ગઈ નાગિન ઝહર ઉગલને.... તો બીજા એક યુઝરે લખ્યું કે, પબ્લિકની તો માલૂમ નથી કે, પરંતુ તમારી વિરુદ્ધ જરૂર છે આંટી. ઉલ્લેખનીય છે કે, સ્વરાએ પોતાની 9 વર્ષની ફિલ્મી કરિયરમાં એક પણ એવી ફિ્લમ કરી નથી જે પોપ્યુલર બની હોય, અને તેને વધુ સફળતા મળી હોય. તો પોતાની લગભગ ફિલ્મોમાં તે કો-એક્ટ્રેસના રૂમમાં સામે આવી છે. તેથી તે હંમેશા સમાચારમાં રહેવા માટે કોઈને કોઈ ટ્વિટ કરતી રહે છે.