Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

હર્ષદને ટીવી શોમાં મળ્યા ડબલ રોલ

સબ ટીવી પરનો શો તેરા કયા હોગા આલિયા?માં નવો વળાંક આવ્યો છે. જેના કારણે ડબલ ધમાલ થશે. આ શોમાં મુખ્ય રોલ નિભાવી રહેલા આલોકને ડબલ રોલ મળ્યો છે. આલોક જેવો જ દેખાવ ધરાવતો એક બલ્લી નામનો ગૂંડો આ શોમાં એન્ટ્રી લઇ રહ્યો છે. બલ્લીનું પાત્ર જો કે હર્ષદ અરોરા જ નિભાવી રહ્યો છે. હર્ષદ આલોક અને બલ્લી એમ ડબલ રોલ મળવાને કારણે અત્યંત ખુશ છે. તે પહેલી જ વખત આવો રોલ નિભાવી રહ્યો છે. એક દ્રશ્યમાં આલિયાની સ્કૂલમાં મિસિસ આગરાની ઉજવણી કરવાની હોય છે ત્યારે જ બિલ્ડર આ સ્કૂલને તોડી ત્યાં બિલ્ડીંગ બનાવવાનો પ્લાન કરે છે. આ માટે સ્કૂલ ખાલી કરાવવાનું કામ બિલ્ડર બલ્લીને સોંપે છે. આ રીતે શોમાં બલ્લીની એન્ટ્રી બતાવાઇ છે. બલ્લીને આલોકની જગ્યાએ બતાવવા માટે શોમાં આલોકનું અપહરણ થતું દર્શાવાશે. આમ હર્ષદને ડબલ રોલ મળ્યા છે. તે કહે છે આ બંને પાત્રો વિપરીત હોવાથી તેને નિભાવવામાં તકલીફ પડી હતી.

(9:47 am IST)