Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2024

ગોૈરવના ગગનમાં ચમકતા પૂર્વ સાંસદ વિજય પટેલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટના નામાંકિત એડવોકેટ અને જાહેર જીવનમાં માનભર્યું સ્‍થાન ધરાવતા જનસેવક શ્રી વિજય હરિશ્‍ચંદ્રભાઇ પટેલ આજે જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્‍મ તા. ૨૭ એપ્રિલ ૧૯૬૦ના દિવસે થયેલ આજે પાંસઠમાં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.

મુળ ધોળકાના વતની શ્રીવિજય પટેલ બાળપણથી જ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા છે. તેમના પિતાજી શ્રી હરિશ્‍ચંદ્રભાઇ પટેલ સ્‍વાતંત્ર્ય સેનાની અને વિધાનસભાના અધ્‍યક્ષ હતા. પિતાજીનું જનસેવાનું કાર્ય તેમણે ગૌસ્‍વભેર આગળ વધાર્યુ છે. તેઓ ગાંધીનગરના ભાજપના સંસદસભ્‍ય, દસક્રોઇના ધારાસભ્‍ય, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, ગુજરાત બાર કાઉન્‍સીલના ચેરમેન વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન ૦૭૯-૨૬૮૫૨૮૦૮ મો.૯૮૨૪૦ ૨૬૭૯૧ અમદાવાદ

(2:38 pm IST)