Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

પ્રવાસન નિગમના ઓ.એસ.ડી. આર.આર. ઠક્કરનો જન્‍મદિન

રાજકોટઃ મધ્‍ય ગુજરાતના મહીસાગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર પદેથી નિવૃત થયેલા શ્રી આર.આર. ઠકકરનો જન્‍મ ૧૯૬૩ના વર્ષની તા.૨ મેના દિવસે થયેલ આજે બાંસઠમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેમણે કારકીર્દીના પ્રારંભે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ટી.ડી.ઓ. તરીકે તાલીમી કામગીરી કરેલ. રાજુલા અને ખેડબ્રહ્મા (સાબરકાંઠા) પ્રાંત અધિકારી, મહેસાણામાં જિલ્લા પુરવઠા અધિકારી, અમદાવાદમાં નિવાસી નાયબ કલેકટર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં ઉપાધ્‍યક્ષ વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. તેઓ નિવૃતિ પછી હાલ ગુજરાત પ્રવાસન નિગમમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે. વડનગરના પ્રવાસન દ્રષ્‍ટિએ વિકાસ માટે ખાસ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ હાલ સાહિત્‍ય સભાના પ્રમુખ પણ છે.

ફોનઃ૦૭૯- ૨૩૨૨૨૦૨૯ મો.૯૮૭૯૫ ૨૪૬૪૩(ગાંધીનગર)

(11:04 am IST)