Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરાનો આજે જન્‍મદિવસ

ધ્રોલ, તા.૨: તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના વતની છે તેવો હાલમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે અને ધ્રોલ માર્કેટિંગ ડાયરેક્‍ટર વિવાદિત વ્‍યક્‍તિત્‍વ ધરાવતા તેવો છેલ્લા સતર વર્ષ થી સતત કાર્યશીલ છે તેવો ભુતકાળમાં પણ પાર્ટીમા અનેક હોદા ઊપર રહી ચુકયા છે ધ્રોલ તાલુકા યુવા ભાજપ મહામંત્રી, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી ની જવાબદારી સતત ત્રણ ટર્મ સુધી પાર્ટી નો વ્‍યાપ વધારવા જીવન સમર્પિત કરેલ છે આવા  નિડર નિપક્ષ અને નિષ્ઠાવાન વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે પોતાનુ જીવન પક્ષને સમર્પિત કરેલ છે.

તેમના માર્ગદર્શન નીચે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,લોકસભા,નગરપાલિકા,માર્કેટીંગ જેવી ચુંટણી માં અભૂતપૂર્વ વિજય મેળવી ચૂકેલ છે. સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહી દેનાર વ્‍યક્‍તિ છે. ભાજપ પક્ષને પોતાનો પરીવાર માને છે તેમના જન્‍મદિવસ નિમિત્તે આજે રાજકીય આગેવાનો,સહકારી આગેવાનો કર્મચારીઓ, રાજ્‍ય સરકારના મંત્રીઓ કાર્યકરો દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.મો.૯૨૨૮૧ ૮૪૫૮૨ પર જન્‍મદિવસની શુભેચ્‍છાનો વરસાદ વર્ષી રહ્યો છે.

(10:08 am IST)