Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

રંગાઇ ગયા રંગમાં, ભોળાનાથના સંગમાઃ નિલેષ શીશાંગીયા (મહાદેવ)નો જન્‍મદિન

રાજકોટ : આપ બળે જીવનમાં તમામ ક્ષેત્રે પ્રગતિ કરનાર સુપ્રસિધ્‍ધ એસ્‍ટેટ બ્રોકર અને યુવા એડવોકેટ હિમાંશુ શિશાંગીયાના મોટાભાઇ નિલેશભાઇ પી. શિશાંગીયાના આજે પ૩ માં જન્‍મદિને તેમના વિશાળ ચાહક વર્ગ, મિત્ર વર્તુળ અને પરિવારજનો દ્વારા શુભકામના વરસી રહી છે.

નિલેશભાઇ શિશાંગીયા એટલે એક એવું વ્‍યકિતત્‍વ કે જેને પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી સફળતાના શિખરો સર કર્યા છે. ઉત્તરોતર પ્રગતિ સાથે પરિવાર અને મિત્રોને એટલી જ સહજતાથી મળવું અને પરદુઃખ ભંજન બનીને કોઇપણ નાના-મોટા કામ માટે સદાય તત્‍પર રહેવું તે તેમની વિશેષતા છે. દેવાધિદેવ મહાદેવના પરમ ભકત નિલેશભાઇ ઉપર રામનાથ મહાદેવની અસીમ કૃપા વરસી રહી છે. તેઓ હજુ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના મો. ૯૮રપ૯ ૯૮૯૪પ

(11:56 am IST)