Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

પરિશ્રમ, પરમાર્થ, પ્રગતિના પ્રેરક વિનોદ ચોટલિયાનો જન્‍મદિન

રકતદાન કરી જન્‍મદિન ઉજવતા સમર્પણ ગ્રુપના પ્રમુખ

 

રાજકોટ : શહેરની સુપ્રસિધ્‍ધ સેવાકીય સંસ્‍થા સમર્પણ યંગ ગ્રુપ, સંતકબીર રોડના પ્રમુખ અને બેડીપરા વિસ્‍તારના ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના અગ્રણી શ્રી વિનોદ રણછોડભાઇ ચોટલિયા માટે આજે અદકેરા આનંદનો દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬૮ ના વર્ષની તા. ૧ મે એ થયેલ આજે સેવાભાવીના જીવનના પ૭માં વર્ષની ડોરબેલ વગાડી છ.ે તેમણે ૪ર વખત રકતદાન કરેલ છે. શીશુકાળથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. સંઘના રણછોડનગર વિસ્‍તારના ધર્મ જાગરણના સંયોજક છે. ચાંદીના વ્‍યવસાય (મારૂતિ રોલ પ્રેસ) સાથે સંકળાયેલા છે. અને કારકીર્દી સુવર્ણ જેવી ચમકતી છે.

મો. ૯૪ર૮ર ૦૩ર૯પ અને મો. ૮૩ર૦૩ ૮૮૪પપ રાજકોટ.

(3:30 pm IST)