Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2024

શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઇનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૩૦ :  રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનથી માંડી સામાન્ય કાર્યકરનો અવાજ વિવિધ સમારંભોમાં છેવાડાના શ્રોતા સુધી પહોંચાડનાર ગુજરાતમાં સાઉન્ડ સીસ્ટમના નિષ્ણાંત રાજકોટના શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઇ ચુનીભાઇ શીંગાળાનો આજે તા. ૩૦  એપ્રિલે જન્મદિન છે તેઓ ૭૪ માં વર્ષમાં પ્રગતિ સાથે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તા. ૩૦-૪-૫૧ના જન્મેલા જગદીશભાઇ શીંગાળાની સાઉન્ડ સીસ્ટમનો દેશના તમામ રાજકીય પક્ષોના મોટા ભાગના રાષ્ટ્રીય નેતાઓથી માંડી સ્થાનીક અગ્રણીઓ અને કાર્યકરો તેમજ સામાજીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓએ લાભ લીધો છે. તેમના ૭૪ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને (મો. ૯૭૨૭૩ ૯૯૯૯૯) મિત્રો શુભેચ્છકો ઠેરઠેરથી અભિનંદન પાઠવી રહ્યા છે.

(11:16 am IST)