Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2024

સૌમાં સવાયા, સેવા ક્ષેત્રે છવાયાઃ ધીરૃભાઇ વીરડિયાનો જન્મદિન

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ સેવક શ્રી ધીરૃભાઇ ગોરધનભાઇ વીરડિયાનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૨૯ એપ્રિલએ થયેલ. આજે સેવાભાવી જીવનમાં ૬૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજ અને અન્ય સંસ્થાઓમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ મુળ ગોંડલ પાસેના મોટા મહિકા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત છે. આજે તેમને શુભેચ્છકો દ્વારા જન્મદિનની અપરંપાર શુભેચ્છા મળી રહી છે. તેમના પરિવાર દ્વારા તા. ૯ થી ૧૫ સુધી સંસ્કાર સીટી પાછળ મવડી વિસ્તારમાં સતશ્રીના વ્યાસાસને ભાગવત કથા યોજાનાર છે. (૨૨.૭)

મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪ રાજકોટ.

(1:11 pm IST)