Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2024

જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઇ હરીયાણીનો જન્‍મદિન

રાજકોટ તા. ર૬: જય સીયારામ મીત્ર મંડળનાં હરીશભાઇ હરીયાણીનો આજરોજ જન્‍મ દિવસ છે. દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, સ્‍વામી વિવેકાનંદ યુથ કલબ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઇન, કલરવ ગ્રુપ તથા જીવદયા ગ્રુપ વગેરેમાં સેવા આપી રહ્યા છે. તેમનાં દ્વારા છેલ્લા ર૦ વર્ષથી રેસકોર્સ મેયર બંગલાની સામેથી સવારે ડાયાબીટીસ માટે તથા કડવું કડીયાતુ, કરંજના દાતણ, રામ નામની બુક પ૦૦ વ્‍યકિતઓને વિતરણ કરવામાં આવી રહ્યા છે. મંગળ-ગુરૂ-શનિવારનાં રોજ ન્‍યારી ડેમ ખાતે ૭પ લીટર દુધ, પ૦ કોથળી બીસ્‍કીટ, ર૦ કીલો ચણ, પ૦ કીલો લાડવા અબોલ જીવોનાં સેવાકાર્ય અર્થે શ્‍વાનોને, ગૌમાતાઓને તથા કબૂતરને ખવડાવવામાં આવે છે. આ ગ્રુપના પ૦ મેમ્‍બર્સના જન્‍મદિવસ, લગ્નવર્ષગાંઠ તથા અન્‍ય તિથિઓ નિમિતે ત્રંબા માનવ મંદિર, મધર ટેરેસા આશ્રમ, ઢોલરા વૃધ્‍ધાશ્રમ અન્‍ય વૃધ્‍ધાશ્રમમાં સેવાકાર્ય યોજવામાં શ્રી હરીશભાઇ હરીયાણીનાં (૯૮રપર ૭ર૬૬૯) ને આજનાં જન્‍મદિવસે શુભેચ્‍છા મળી રહી છે

(4:08 pm IST)