-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ધોનીની વાપસી રાહુલ અને પંતનાં પ્રદર્શન પર નિર્ભર : બંનેને ટીમ બહાર કરવાની કોઈ કારણ નથી : સેહવાગ
જો ધોની ટીમમાં વાપસી કરે છે તો તેઓ ક્યાં ફિટ થશે: પંત અને કે.એલ. રાહુલ પહેલાથી જ ટીમમાં રમી રહ્યા છે

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે મહેન્દ્રસિંહ ધોનીની વાપસી અંગે કહ્યું કે ધોનીની વાપસી કે.એલ. રાહુલ અને પંતના પ્રદર્શન પર આધાર રાખે છે. વીરેન્દ્ર સહેવાગે વધુમાં કહ્યું કે તેમની પાસે એક પણ એવું કારણ નથી જેના કારણે કે.એલ. રાહુલ અને પંતને ટીમથી બહાર કરવામાં આવે. બંને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે અને યુવા પણ છે.
નોંધનીય છે કે, વર્ષ 2019ના વર્લ્ડ કપ બાદથી એમ.એસ. ધોનીએ ટીમ ઈન્ડિયામાં વાપસી નથી કરી. એવામાં વારંવાર પ્રશંસકોની સાથે એવો સવાલ આવીને ઊભો થઈ જાય છે કે ધોની ટીમમાં ક્યારે વાપસી કરી રહ્યો છે. ધોની માટે હવે આઈપીએલ જ સારું પ્રદર્શન માટેની તક હતી જે પણ રદ થવાના અણસાર છે.
સહેવાગે ધોનીને લઈને કહ્યું કે જો ધોની ટીમમાં વાપસી કરે છે તો તેઓ ક્યાં ફિટ થશે. પંત અને કે.એલ. રાહુલ પહેલાથી જ ટીમમાં રમી રહ્યા છે. એવામં મને નથી લાગતું કે કોઈ પણ આ બંને યુવા બેટ્સમેનોની વિરુદ્ધ વિચારશે.
ધોનીએ ચેન્નઈમાં આવીને આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ કોરોના વાયરસના ડરથી આઈપીએલને 15 એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવી છે. તેના કારણે એ ટીમોના અભ્યાસ સેશન પણ રદ કરી તમામ ખેલાડીઓને પોતાના ઘરે પરત જવા કહેવામાં આવ્યું છે. એવામાં ધોની પણ પરત રાંચી જતો રહ્યો છે