Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટના કોરોનાગ્રસ્ત યુવક સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર મોરબી જિલ્લાના 13 લોકોની આરોગ્ય તપાસ

વાંકાનેરના 4 અને માળિયાના 9 લોકોને સિવિલ હોસ્પિટલમાં રખાયા

મોરબી : કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. પ્રથમ બે કેસ રાજકોટ અને સુરતમાં નોંધાયા છે. ત્યારે રાજકોટના કોરોનાગ્રસ્ત દર્દીની સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર વાંકાનેરના 4 અને માળિયાના 9 દર્દીઓની ઓળખ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. આ તમામમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા ન હોવાનું અનુમાન હાલ જાણવા મળી રહ્યું છે. તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ આ લોકોને કયા રાખવા તે અંગે આરોગ્ય તપાસ પૂર્ણ થયે નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજકોટના જંગલેશ્વરમાં રહેતા એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક હજ પઢવા મકા મદીના ગયો હતો અને ત્યાં કોરોના વાયરસનો ભોગ બન્યો હતો. આ બનાવને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે તુરંત જ આ યુવકના પરિવારજનો સહિતના 17 લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડયા હતા. અને યુવક ટ્રેનમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેનું સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં આ યુવક ટ્રેનમાં વાંકાનેરના 4 તથા માળિયા 9 મળીને મોરબી જિલ્લાના કુલ 13 લોકોના સંપર્કમાં આવ્યો હોવાનું ખુલતા મોરબી આરોગ્ય વિભાગ તુરંત જ હરકતમાં આવી ગયું હતું. આ તમામ 13 લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. હાલ તેઓના આરોગ્યની પ્રાથમિક તપાસણી થઈ રહી છે. અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશી પણ હોસ્પિટલમાં ખડેપગે રહીને સમગ્ર મામલાનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.

અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીના જણાવ્યા મુજબ તમામ 13 લોકોના આરોગ્યની તપાસણી હાલ ચાલી રહી છે. તેઓમાં કોરોનાના કોઈ લક્ષણ જણાઈ રહ્યા ન હોવાનું અનુમાન છે. આરોગ્ય તપાસ પૂર્ણ થયે આ તમામ લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવા કે કયા રાખવા તે અંગેનો નિર્ણય

(12:56 am IST)