Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પ્રથમ વખત જામનગરના વ્હોરા હજીરો આજથી બંધ

કેટલીક મસ્જિદોમાં પણ એકત્ર થવા પર પ્રતિબંધ

જસદણ : .. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર મજારે બદરી આજથી સંપૂર્ણ રીતે અચોકકસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે.

લાખો લોકો ફફડી રહ્યા છે. ગુજરાત સરકારે લોકો એકત્ર પર પ્રતિબંધ મૂકયો હતો ત્યારે હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે તે જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ વ્હોરા હજીરો ગુરૃવારથી અચોકકસ મુદત માટે બંધ કરવાની જાહેરાત થઇ છે. સાથે કેટલીક વ્હોરા મસ્જિદોમાં નમાજ માટે પણ એકત્ર થતા પ્રતિબંધ થયો હોવાનું જાણવા મળેલ છે. (હુસામુદીન કપાસી-જસદણ)

(6:19 pm IST)