Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ખોખડદળ પુલ પાસે અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા શૈલેષભાઇનું મોત

રાજકોટ તા.૧૯ : ખોખડદળ નદીના પુલ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકર મારતા ચીભડા ગામના યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લોધીકાના ચીભડા ગામમાં રહેતા શૈલેષભાઇ શીવાભાઇ વાઘેલા (ઉ.૩પ) બપોરે પોતાનું બાઇક લઇને માર્કેટીંગ યાર્ડ તરફથી કોઠારિયા રોડ તરફ આવતા હતા ત્યારે ખોખડદળ નદીના પુલ પાસે પહોંચતા કોઇ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઉલાળતા શૈલેષભાઇ ફંગોળાઇ ગયા હતા બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ જાણ ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાંઆવી હતી જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.બી. વાઘેલા તથા રાઇટર હરપાલભાઇએ તપાસ આદરી હતી.

(4:46 pm IST)