Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટ રહેતા પોકસોના ફરારી આરોપી લીલીયાનો ટેન્કર ડ્રાઇવર લાલો ઝડપાયો

અમરેલી,તા.૧૯:નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેર્લીં નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૪/૨૦૧૯ આઇપીસી ક.૩૬૩,૩૬૬ પોકસો ક.૧૮ વિ. મુજબ અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા  લાલજી ઉર્ફે લાલો કાળુભાઇ કણેજા ઉ.વ.૨૨ ધંધો-ટ્રેકટર ડ્રાઇવીંગ રહે.પુંજાપાદર તા.લીલીયા  હાલ-રાજકોટ, આજી ડેમ ચોકડી પાસે, માલધારી સોસાયર્ટીં વાળાને  પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પોલીસને સોંપવા તજવીજ કરેલ.

(4:11 pm IST)