Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પાડાસણ ગામની ૧૮ વર્ષની વૈશાલી મુંધવાનું શ્વાસ ચડ્યા બાદ મોત

સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ભરવાડ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: રાજકોટ તાલુકાના પાડાસણ ગામે રહેતી વૈશાલી મગનભાઇ મુંધવા (ઉ.વ.૧૮) નામની યુવતિને રાતે ત્રણેક વાગ્યે શ્વાસ ચડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૈશાલી  ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતી. તેના પિતા મગનભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. યુવાન દિકરીના અકાળે ઓચિંતા મૃત્યુથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(1:04 pm IST)