Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ચાંપાથળ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરતા ટ્રેકટરો સાથે ત્રણ ઝડપાયા

રાજુલા-અમરેલી,તા.૧૯: ચાંપાથળ ગામની શેત્રુજી નદીનાં પટ્ટમાં ગે.કા. પાસ પરમીટ વગર અમુક ઇસમો રેતી ચોરી-ખનન કરી ટ્રેકટરની ટ્રોલી ભરી ગેરકાયદેસર રીતે ચોરી કરે છે. જે અનુસંધાને  પ્રકાશ ઉર્ફે ગણો મનુભાઇ જીંઝુવાડીયા, ઉવ.૩૫, ધંધો-ડ્રાઈવીંગ, રહે.બહારપરા, જલારામઓલમીલની સામે, હંસરાજ બચુભાઇ પરમાર, ઉવ.-૨૫, ધંધો-ડ્રાઈવીંગ, રહે.કુંકાવાવરોડ, સુળીયાટીંબા પાસે ભાંડવાડો,  રાજેશ ઉર્ફે બાપુ કિશોરભાઇ વૈરાગી, ઉવ.-૨૯, ધંધો-ડ્રાઇવીંગ, રહે. રોકડીયાપરા, કાળભૈરવ મંદિરની પાસે, તા.જી.અમરેલી.

શેત્રુંજી નદીનાં પટ્ટમાં લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ, વગર ગેરકાયદેસર રેતી આશરે કુલ-૧૦.૫ ટન કિં.રૂ.૫,૨૫૦ તથા ટ્રોલી સાથેના ટ્રેકટર નંગ-૩, કિ.રૂ.૧૦,૭૦,૦૦૦તથા રેતી ચાળવાના નાના ચારણા નંગ-૨, કિ.રૂ.૬૦૦ તથા પાવડા નંગ–૮, કિ.રૂ.૪૦૦ તથા તગારા નંગ – ૧૨, કિ.રૂ.૩૬૦ એમ કુલ કિ.રૂ.૧૦,૭૬,૬૧૦ ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ તથા MMDR કલમ-૨૧ર્ં મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

એસ.ઓ.જી.પો.ઇન્સ.શ્રી કે.ડી.જાડેર્જાં તથા પો.સબ ઈન્સ.,મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમર્નેં ગેરકાયદેસર રેતી ચોરી ખનન કરતા ૩ (ત્રણ) ઈસમોને ટ્રેકટરો, સહિત વિગેરે મુ્દ્દામાલ મળી ર્ંકુલ-કિ.રૂ.૧૦,૭૬,૬૧૦ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.(

(1:04 pm IST)