Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મધ્યપ્રદેશના શખ્સની બાંટવામાં પિસ્તોલ સાથે ધરપકડ

શેઠના કહેવાથી હથિયાર આપવા આવેલને પોલીસે દબોચી લીધો

જૂનાગઢ,તા.૧૯: મધ્યપ્રદેશનાં શખ્સને રાત્રે પોલીસે બાંટવા ખાતેથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

હથિયાર સાથે પકડાયેલા આ ઇસમ શેઠના કહેવાથી હથિયાર આપવા આવેલ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. એસ.પી. સૌરભ સિંહની સુચનાથી બાંટવાના પી.એસ.આઇ કે.કે.મારૂ રાત્રી ૧:૫૦ની આસપાસ સાફ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

ત્યારે બાંટવામાં બાયપાસમાં આવેલ બગીચા નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા પીએસઆઇ મારૂ આ ઇસમની તલાશી લેતા તેની પાસેથી રૂ.૪૦ હજારની કિંમતની પિસ્તોલ અને રૂ.૪૦ ની કિંમતના ૪ કાર્ટીસ મળી આવ્યા હતા.

આથી પોલીસે આ શખ્સની આર્મ્સ એકટ હેઠળ ધરપકડ કરી તેની પુછપરછ કરતા હથિયાર અને કાર્ટીસ સાથે ઝડપાયેલ મધ્યપ્રદેશ રાજ્યનાં ઇશ્વરી ગામનો શ્યામ એબરા દોહરે (અનુજાતિ) ઉવ.૨૨ હોવાનું પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું.

પરવાના-લાયસન્સ વગરની પિસ્તોલ સાથે પકડાયેલ શ્યામ દોહરે મધ્યપ્રદેશમાં મજુરી કરતો હોવાનું અને તેનો શેઠ જીતુ મુનીસિંગ રાજાવીના કહેવાથી હથિયાર આપવા આવેલ હોવાનું શ્યામે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું.

આથી પી.એસ.આઇ મારૂએ શ્યામ અને જીતુ વિરૂધ્ધ આટર્સ એકટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ મારૂએ મધ્યપ્રદેશનો આ શખ્સ અગાઉ હથિયાર લઇને આવેલ કે કેમ તેમજ બાંટવામાં કોને પિસ્તોલ આપવાની હતી. તે અંગે તપાસ અને પુછપરછ હાથ ધરી છે.

(1:04 pm IST)