Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

'કોરોના' વાઇરસના કારણે વિસાવદરનાં રામપરા રૂપલધામમાં પૂ.કનકેશ્વરીદેવીની ભાગવત સપ્તાહ મોકૂફ

વિસાવદર, તા.૧૯: તાલુકાના માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા ગીર દ્વારા આગામી તા.૨૪-૦૩-૨૦૨૦ થી તા. ૦૧-૦૪-૨૦૨૦ દરમિયાન વિસાવદર તાલુકાના રામપરા ગામની પાવન ભૂમિ પર આઈ શ્રી રૂપલ માં ના વિસમા પાટોત્સવ નિમિત્તે વિશ્વ કલ્યાણ અર્થે આઈ શ્રી રૂપલમાંના સાનિધ્યમાં વકતા શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. માં કનકેશ્વરીદેવીજીના મુખારવિંદે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મોટી અસર જોવા મળી રહી છે ત્યારે તેમાં આપણો ભારત દેશ પણ બાકાત નથી. તેથી સમગ્ર સેવક ગણ, ભાવિકો તેમજ માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આમ જનતાના હિતમાં આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા.૧૮-૦૩-૨૦૨૦ ને બુધવારના રોજ આઈ શ્રી રૂપલ માં તેમજ કથા વકતા શ્રીઙ્ગ કંનકેશ્વરી દેવીજી તથા અગ્નિ અખાડા ભારત સાધુ સમાજના પ્રમુખશ્રી પ.પૂ. શ્રી મુકતાનંદ બાપુ- ચાપરડા તથા દેવી ભાગવત આયોજન સમિતિ દ્વારા મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ચર્ચા વિચારણામાં સમગ્ર રાજયમાં આવી પડેલ આફત રૂપી કોરોના વાઈરસની પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન અનુસાર આગામી નિશ્યિત તારીખે યોજાનાર શ્રીમદ્ દેવી ભાગવત કથા પ્રસંગને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે. માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પાવન પ્રસંગ પણ વિશ્વ કલ્યાણ અર્થે યોજાવાનો હતો. ત્યારે આજે સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ આવા કપરા સમયમાં દેશવાસીઓની સાથે જ છે.

આ પાવન પર્વ દરમિયાન યોજાનારા સંતવાણી (ડાયરા) તેમજ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હાલ પૂરતાં મોકૂફ રાખેલ છે. આ પ્રસંગ માટેનો વિશાળ શમિયાણો રોપવાની કામગીરી પણ મોટા ભાગે પૂર્ણ થયેલ છે તે પણ નવી તારીખ સુધી જે તે સ્થિતિમાં રાખવામાં આવી છે. એટલે કે આગામી નજીકના દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થશેે. ત્યાર બાદ આ પ્રસંગની ઉજવણીની નવી તારીખ સત્વરે જાહેર કરવામાં આવશે.

(1:04 pm IST)