-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
યુવતી સગીર હોવાની જાણ થતાં ભગાડી ગયેલા યુવકે પરત મોકલી
બજાણાનો યુવાન અને વઢવાણની છાત્રાની પ્રેમ કહાની
વઢવાણ તા. ૧૯ : પાટડી તાલુકાના બજાણા ગામે રહેતો ૨૦ વર્ષીય યુવાન વઢવાણની વિદ્યાર્થિનીને તા. ૧૬ના રોજ સવારે ભગાડીને લઇ ગયો હતો. માલવણ પહોંચતા વિદ્યાર્થિની સગીરા હોવાનું ધ્યાને આવતા ત્યાંથી જ ૧૮૧માં ફોન કર્યો હતો. આથી ૧૮૧ની ટીમે ધસી જઇ સગીરાને પરિવારને પરત સોંપી હતી. જયારે યુવક સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
વઢવાણમાં રહેતા પરિવારની ૧૬ વર્ષ ૬ માસની પુત્રી ધો. ૧૨માં અભ્યાસ કરે છે. સવારે ૭ થી ૯ ટયુશનનો સમય હોવાથી તે ટયુશન ગઇ હતી. બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી. બીજી તરફ સગીરાને લઇને ગયેલો બજાણાનો ૨૦ વર્ષીય સાગર નાગજીભાઇ મકવાણા યુવાન માલવણ ચોકડી પાસે પહોંચતા વિદ્યાર્થિની સગીર હોવાની જાણ થઇ હતી. આથી ત્યાંથી જ ૧૮૧માં ફોન કરતા રંજનબેન મકવાણા, બીપીનભાઇ ઇન્દરીયાએ તેને લઇ આવી પરિવારને સોંપી હતી.
(1:03 pm IST)