Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગરમીમાં ધીમે-ધીમે થતો વધારો

મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગતા અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઉનાળાની વધુ અસર થવા લાગી છે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીની અસર ગાયબ થઇ ગઇ છે.

મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી ગયો છે કાલે અમરેલીમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી, રાજકોટમાં ૩૮.૭ ડિગ્રી કેશોદ, ડીસા, વડોદરા, ગાંધીનગર, કંડલા, એરપોર્ટમાં ૩૮ ડિગ્રી, ભુજ ૩૮.ર ડિગ્રી નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢના સવારના અને બપોરના તાપમાનમાં વધારો થતા લોકોને ઉનાળાની અનુભુતી થઇ છે.

ગઇકાલે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારનું તાપમાન વધીને૧૭.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

બુધવારે મહત્તમ તાપમાન ૩૭.પ ડિગ્રી રહેલ અને આજે બપોરે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર કરી જવાની શકયતા છે.

જામનગર

જામનગર આજનું હવામાન ૩૬.૪ મહત્તમ ૧૮.પ લઘુતમ ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.૧ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

(1:03 pm IST)