Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સવારે ચા સાંજે અકિલા કાલે વિશ્વ ચકલી દિવસ

જેતપુર નજીક હોટલ અંકુરમાં ગુંજે છે ચકલીઓની ચીંચીયારીઓ

ટચુકડુ પક્ષી ફરીથી આપણા આંગણે આવે તે માટે હોટલના માલિક અને જીવદયા પ્રેમી મનસુખભાઇ પટેલનુ પ્રેરણાદાયી કાર્ય

 

જેતપુર : તસ્વીરમાં અંકુર હોટલમાં ચકલી બચાવો અભિયાનને વધુ વેગવંતુ કરવા માટે હોટલના માલિક અને જીવદયાપ્રેમી મનસુખભાઇ પટેલ દ્વારા ચકલીના માળાની હારમાળા કરાઇ છે. (તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)

જેતપુર તા. ૧૯ :.. ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો... આ વાર્તા આજની પેઢીને કયારે પણ સાંભળવા નહિ મળી હોય. તેથી જ તો બાળકોનું નિર્દોષ બાળપણ દાદા-દાદીના ખોળામાં બેસી અને વાર્તાઓ સાંભળવી તેનો લ્હાવો કેવો હોય તે ખબર જ નથી હોતી. નિર્દોષ બાળપણ જેવુ જ નિર્દોષ પંખી એટલે ચકલી.

અગાઉના સમયમાં સવાર પડતાની સાથે જ ઘરના આંગણામાં ચકલીઓની ચીચીયારી ગુંજવા લાગતી. નાના બાળકો પણ ચકલીઓની ચીંચીયારી સાથે બોલવા લાગતા. સમય બદલાતા દરેક ક્ષેત્રમાં આધુનિક કરણ થવા લાગ્યું છે. જુના જમાના ના મકાનો તુટી આલીશાન સીમેન્ટના બંગલાઓ બની ગયા છે. ત્યારે ચકલીની ચીંચીયારીઓ ફરી ગુંજવા લાગે તે માટે ચકલી દિવસ મનાવવાનું નકકી થતા ર૦ માર્ચને વર્લ્ડ ચકલી ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ચકલી માટે જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા લોકો કંઇક ને કંઇક એવુ આવકાર દાયક પગલુ લે છે જેવા કે પાણીના કુંડા ચકલીના માળા વિતરણ કરવા કે જેથી ચકલી ફરી આપણા ઘરના આંગણે આવવા લાગે.

આવુ જ પ્રેરણાદાયી પગલુ શહેરનાં ધારેશ્વર વિસ્તારમાં આવેલ હોટલ અંકુરના માલીક અને જીવદયા પ્રેમી મનસુખભાઇ પટેલે લીધુ પોતે ખેડુત પુત્ર હોય જયારે ગામડે રહેતા ત્યારે ખેતીની સાથે પંખીઓના માળા કુવામાં બંધાય તેવા પ્રયત્નો કરતા જેતપુરમાં આવી રોજગાર અર્થે હોટલ અંકુરના નામથી સોપાન શરૂ કરેલ. ત્યાં પણ પશુ પંખીઓને રાખવાની પહેલા વ્યવસ્થા કરી. પોતાની હોટલની પાછળ વૃક્ષો ઉછેરેલ  છે ત્યાં પાણીના કુંડાઓ મુકી છાયામાં પંખીઓ દાણા ચણી શકે તેવી વ્યવસ્થા કરી છે સાથે સાથે હોટલના આંગણામાં પણ પંખીઓ માટેની વ્યવસ્થા જોઇ હરકોઇ લોકો ખુશ થઇ જાય છે.

મનસુખભાઇએ તોરણના બદલે પંખીના માળાના તોરણ બનાવ્યા છે. અહી લટકતા ૬૦ થી ૭૦ માળામાં ઘણી બધી ચકલીઓ રહેવા લાગી છે.

આ વીસે મનસુખભાઇએ માહીતી આપતા જણાવેલ કે મારી હોટલમાં જેટલા પ્રેમથી લોકો જમે છે. તેટલા જ પ્રેમથી ૪૦૦ થી પ૦૦ પંખીઓ આવે છે તેના માટે દરરોજ સવારે ૮ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે અમારી હોટલમાં બનેલ રોટલા રોટલીઓ પહેલાથી જ અલગ કાઢી લેવામાં આવે છે.સવારે ૮ વાગતા જ પોતે રોટલા રોટલીના ટુકડાઓ નાખવાની તૈયારી કરે ત્યાંજ પંખીઓનો કલરવ શરૂ થઇ જાય છે ત્યાર બાદ ગાયો માટે ચારો નાખવાનું પણ ચુકતા નથી.

ચકલી વિશે જણાવેલ કે ચકલીઓનો માળો જુનવાણી મકાનોમાં જોવા મળતો પરંતુ આજના સમયમાં મકાનો એવા બની ગયા છે. કે જયા ચકલી પોતાનો માળો તો સુર્યનો ઉજાસ પણ ન આવી શકે માટે જ અમારી હોટલમાં ટયુબલાઇટ ફોટાઓ છે જેની પાછળ ચકલી માળો બાંધે છે. ઘરનું આંગણું મુકી વન વગડાઓમાં ગયેલ ચકલીઓ ફરી આપણા આંગણે આવે માટે તેમને એક વિચાર આવ્યો અને ચકલીઓના માળા બનાવડાવી હોટલે આવનાર દરેક લોકોને ફ્રીમાં આપવા લાગ્યા આ જોઇ ત્યાં આવનાર લોકોને પણ પ્રેરણા મળતી અનેતેઓ પણ માળા પોતાની રીતે ફ્રીમાં વિતરણ કરવા લાગ્યા આમ મનસુખભાઇને ચકલી બચાવ અભીયાનમાં વેગ મળ્યો છે તેઓ કહે છે કે દરેક લોકોએ પોતાના મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, ફેકટરીમાં ઘાબાવાળી જગ્યાએ ચકલીના માળા અને પાણીના કુંડા મુકવા જોઇએ.

આ વાતથી પ્રેરણા લઇ અનેક સંસ્થાએ અમે સેવા ભાવી લોકો ચકલીના માળા, પાણીના કુંડા-ચણ માટે પણ આપતી કુંડાનું વિતરણ કરવા લાગ્યા છે.

મનસુખભાઇની અંકુર હોટલે જમવા જવુ એટલે અનેરો આનંદ છે ત્યાં અન્નથી નહી પરંતુ તેમના પ્રેમથી લોકોના પેટ ભરાય છે. ત્યાંના ભોજનના સ્વાદના કારણે આજ સુધી લોકોના મોઢે માત્ર હોટલ અંકુરનુ જ નામ આપે છે. મનસુખભાઇને મળવા અને તેમના પ્રેમથી બનાવેલ ભોજન જમવા સેવા અંકુરની મુલાકાત અચુક લેવી પડે વધુ વિગત માટે મનુસખભાઇનો મો.૯૯૭૯ર ૪પ૦૧પ નો સંપર્ક કરી શકાય આવતી કાલે ે ચકલી ડેના દિવસે આપણે પણ મનસુખભાઇના અભીયાનમાં જોડાઇ આપણા ઘેર ચકલીના માળા અને પાણીના કુંડા મુકીએ.(

(12:59 pm IST)