Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જામનગરની નંદ વિદ્યાનિકેતન સ્કુલને મળ્યો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ

જામનગર : નયારા એનર્જીના નેજા હેઠળ કાર્યરત નંદા વિદ્યા નિકેતન સ્કુલને બીજી વખત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ગ્રીન ફલેટ અને હેન્ડ પ્રિન્ટ ફલેટ એવોર્ડ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન દ્વારા પર્યાવરણવિદ કાર્તિકેય સારાભાઇના હસ્તે અમદાવાદમાં પ્રાપ્ત થયેલ છે. આ એવોર્ડ મેળવનારી નંદ વિદ્યાનિકેતન સ્કુલ ગુજરાતની એકમાત્ર અને ભારતની બીજી સ્કુલ છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર હેઠળ સ્કુલ દ્વારા મહત્વના ચાર પ્રોજેકટસ પસંદ કરેલ જેમાં જૈવવિવિધતા, તંદુરસ્ત જીવન નિર્વાહ, કચરો વ્યવસ્થાપન અને પાણી બચાવોનો સમાવેશ થાય છે. સ્કુલમાં તૈયાર કરેલ સંજીવની ઔષધિય બગીચાએ ચાહના મેળવી છે તો અમદાવાદમાં યોજાયેલ હેન્ડપ્રિન્ટ કાર્નિવલમાં સ્કુલના પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના પ્રોજેકટસને લોકોએ તેમજ નિર્ણાયકગણે વખાણ્યા હતા. ખાસ કરીને સે નો ટુ પ્લાસ્ટીક અભિયાનને બિરદાવેલ હતુ. આ માટે પર્યાવરણ સમિતિ તથા સ્કુલના આચાર્ય રાધેશ્યામ પાંડેને પ્રશંસાપત્ર એનાયત કરાયો હતો.

(11:40 am IST)