Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હળવદનાં સુંદરી ભવાની માતાજીના સાનિધ્યમાં નવચંડી-ધ્વજારોહણ

હળવદ : સુંદરી ભવાની ઙ્ગખાતે શ્રી રેકી ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગરના મેનેજીંગ ડિરેકટર અને જાપાનીઝ રેકી પદ્ઘતિના ગ્રાન્ડમાસ્ટર ગુરુદેવ ચંદ્રકાંતભાઈ સોની દ્વારા વિવિધ ૯ સ્થળોના દર્શનો તેમજ સુંદરી ભવાની માતાજીના મંદિરે ઙ્ગ હોમ,હવન પૂજનનું તેમજ સંકુલમાં સ્થિત કણેશ્વર મહાદેવ સહિત તમામ મંદિરોમાં ધ્વજારોહણ રેકી પરિવારની ચેનલ અને દ્યર પરિવારના હિતાર્થે અને લાભાર્થે કરાયું હતુ. ઙ્ગરેકી પદ્ઘતિ શીખેલ હોય એવા એકિટવ વિદ્યાર્થીઓ માટે અને પૂજનનું આયોજન કરાયું હતું.ઙ્ગજૂદા જૂદા ધાર્મિક સ્થળોનો પ્રવાસ ચંદ્રકાંતભાઈ સોની દ્વારા નિઃશુલ્ક વ્યવસ્થા અને ઙ્ગઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, હળવદ વગેરે ગામથી ૨૪ જેવા સ્ત્રી અને પુરૂષો જોડાયા હતા.(તસ્વીર - અહેવાલ : દિપક જાની-હરીશ રબારી,હળવદ)

(11:39 am IST)