Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બોટાદ નજીકથી કતલખાને લઇ જવાતા ૧૪ ગૌવંશને બચાવાયાઃ ર શખ્સો સામે ગુન્હો

બોટાદ તા.૧૯ : બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાને મળેલ બાતમીના આધારે એક આઇસર નં.જી.જે.૦૩, બી.ડબલ્યુ ૮ર૭૭માં ૧૪ ગૌવંશને ઘાસ પાણીની સુવીધા વગર ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી છે અને તે પાળીયાદ રાણપુરથી ધંધુકા તરફ જાય છે તેથી ધંધુકા પોલીસને અને ત્યાંના ગૌરક્ષકોને જાણ કરી બોટાદના સાથીગૌરક્ષકો સાથે લઇ મારતી મોટરે ધંધુકા પહોંચતા આઇસર પોલીસ અને ગૌરક્ષકોએ આઇસર પકડી પાડેલ તેથી આઇસર ચાલક અશોક નારણભાઇ તથા ભરત ખીમજીભાઇ જતાપરાને ધંધુકા પોલીસ સ્ટેશન લાવી બન્ને આરોપી વિરૂદ્ધ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાએ ધંધુકા પોલીસમાં ગુન્હો દાખલ કરતા પકડાયેલ બન્ને આરોપીને જેલ ભેગા કરેલ છે. બચાવેલ ૧૪ ગૌવંશની કિંમત ૪૩૦૦૦/- અને આઇસરની કિંમત પ,૦૦,૦૦૦/- ગણી મુદ્દામાલ જપ્ત કરી બચાવેલ, ૮ ગાયો ૬ વાછરૂને ધંધુકા પાંજરાપોળમં સુરક્ષિત મુકી આવી બચાવેલ ગૌવંશના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરેલ અને બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા જીવદયા પ્રેમીઓને જણાવે છે કે ગુજરાતમાં કોઇપણ  જગ્યાએથી કતલખાને જતા ગૌવંશને બચાવવા ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો મોબાઇલ નં. ૯૮ર૪૩ ૯૦૧૩૩ ઉપર ગમે તે સમયે ફોન કરવો, ફોન કરનાર ચાહે તો તેનુ નામ ગુપ્ત રાખવામાં આવશે. તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:39 am IST)